66 - ખુદા મારો છે / ગૌરાંગ ઠાકર


તું કહે ‘હા’ કે હવે ‘ના’ એ વિષય તારો છે,
મેં તો દુનિયાને કહી દીધું, ખુદા મારો છે.

ક્યાંક મંઝિલ તો મળે તોય કશું ખૂટે છે,
જ્યાં નદી દોડતી દરિયો એ બહુ ખારો છે.

દોસ્ત, વરસાદ કે ઝાકળ એ નિહાળે ક્યાંથી ?
એક માણસને અહીં કેટલા પડકારો છે !

એટલે ડાળથી પંખીને ઉડાડી મૂક્યાં,
પાનખરનો હવે આ વૃક્ષને વરતારો છે.

તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,
ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.


0 comments


Leave comment