4 - ‘સમયદ્વીપ’નું આ સંસ્કરણ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


      ‘આદર્શ પ્રકાશન’વાળા શ્રી કમલેશભાઈ મદ્રાસી તેમની ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ અંતર્ગત મારી લઘુનવલ ‘સમયદ્વીપ’નું પ્રકાશન કરવાનો ઘણા લાંબા સમયથી આગ્રહ સેવી રહ્યા હતા. આમ પણ ‘સમયદ્વીપ’ મારી પ્રિય કૃતિ રહી છે. વાચકો અને વિવેચકોનો પણ તેને ઘણો પ્રેમ મળ્યો છે. મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થવાનું સદભાગ્ય પણ તેને સાંપડ્યું છે. ‘સમયદ્વીપ’ના આ સંસ્કરણમાં તેને વિશેના બે અભ્યાસલેખો પણ સામેલ કર્યા છે જેથી પુસ્તકનું સાહિત્યિક મૂલ્ય વધ્યું છે એવી મારી ધારણા છે. કમલેશભાઈ, વિનોદ ભટ્ટ, પ્રમોદકુમાર પટેલ, રાધેશ્યામ શર્મા, વાચકો અને વિદ્વાનોનો આભાર.

ભગવતીકુમાર શર્મા
૧૨-૪-૧૯૯૫
દેસાઈ પોળ, એની બેસન્ટ રોડ,
સુરત – ૩૯૫ ૦૦૩


0 comments


Leave comment