30 - એવું હોય છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આપનું તો સાવ એવું હોય છે
એમ કૈં કહેવાય કેવું હોય છે ?

ફૂંક મારી ખાતરી કરતો ખરો
રાખમાં પણ આગ જેવું હોય છે.

એમને નકશો બતાવી શું કરું ?
જેમને ઘરમાં જ રહેવું હોય છે.

એ ભલા ક્યાં સાંભળે છે કોઈનું ?
આપણે તો સાફ કહેવું હોય છે.

આ તરફ નારાજગીની હદ નથી
એમને બસ માપ લેવું હોય છે.


0 comments


Leave comment