20 - જળની માયા / ઉષા ઉપાધ્યાય


મેડી ચણી ને ચણ્યા મ્હેલ મોરા રંગલાલ,
     તોયે વેદનાના વીરડા ના છૂપ્યા મોરા રંગલાલ.

સપના શી વાતો સંભારવી શેં રંગલાલ,
     તું રે ગુલાબ હું ચમેલી મોરા રંગલાલ.

આભ રે અનંત રંગ રેલે રૂડા રંગલાલ,
     અણજાણી આંધી ક્યાં ઊડે મોરા રંગલાલ

કૂંપળ-શી કોળું ને મ્હોરું ભલા રંગલાલ,
     સાચુકલા મેઘ બની વરસો મોરા રંગલાલ.

જળની માયા ને કાયા માટીની રંગલાલ,
     આઠે પહોર અંઘોળનાં સપનાં મોરા રંગલાલ.


0 comments


Leave comment