76 - લાગણીને તોજ બસ વાચા મળે / ઉર્વીશ વસાવડા


લાગણીને તોજ બસ વાચા મળે,
એક બે શબ્દો અગર સાચા મળે.

પત્ર માફક ફૂલ ઊઘડે ને પછી,
ભીતરે ખુશ્બૂભર્યા જાસા મળે.

જિંદગીના કૂટપ્રશ્નો છે ગહન,
જુજ પ્રશ્નોના ફક્ત તાળા મળે.

ખૂબ ભટકી થાકીને સૂતા પછી,
સ્વપ્નમાં મસ્તક નીચે કાબા મળે.

હું વિનિયમમાં બધું આપી શકું,
જો દિવસ શૈશવ તણા પાછા મળે.


0 comments


Leave comment