4 - પ્રકરણ - ૪ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


     હં.... યાદ આવ્યું. વાર્તા કંઈક આવી હતી : ‘એક કાગડો ચાંચમાં પૂરી લઈ ઝાડની ડાળીએ બેઠો હતો. નીચે એક શિયાળ હતું. હંમેશ મુજબ લુચ્ચું. એને પૂરી ખાવાનું મન થયું. એણે ઉપાય વિચારવા માંડ્યો. ઉપાય જડતાં વાર ન લાગી. એણે ઝાડ નજીક જઈ કાગડાના કંઠનાં વખાણ કરવા માંડ્યાં : ‘અહા કાગડાભાઈ ! ભલભલા પ્લેબેક ગાયકોને પાણી ભરાવે એવો આપનો સુમધુર કંઠ ! અને તાનમાં આવી કાગળો ચાંચ ઉઘાડી કા.... કા કરવા ગયો એટલે પૂરી નીચે અને તે ઉપાડીને શિયાળ.... એ પૂરી હતી કે પછી કોઈ ઈસ્લામી હોટેલને પાછલે બારણે ઉકરડામાંથી મળી આવેલો કબાબનો ટુકડો ?
(ક્રમશ:....)


0 comments


Leave comment