36 - રમખાણ છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એટલે તો ઓરડો નિષ્પ્રાણ છે
આપણું આ આખરી રોકાણ છે.

જેમણે તું ઝાડ દેખાડી રહ્યો,
એમને તો બીજનીયે જાણ છે.

જેટલો ખાડો પુરાયો ખીણનો
ટેકરીનું એટલું ધોવાણ છે.

ડૂબવા માટે જ સર્જાયું હશે !
ચુસ્ત ખાલીપે ભરેલું વ્હાણ છે.

ક્યાં સુધી ‘નારાજ’ છાતી કૂટશે ?
આ બધું તો રોજનું રમખાણ છે.


0 comments


Leave comment