26 - શબ્દ ઝળહળ / ઉષા ઉપાધ્યાય


શબ્દના સ્વપ્ન હો, શબ્દનાં શુકન હો,
શબ્દ આવી મળો શ્વાસ-શ્વાસે.

શબ્દનાં વૃક્ષ પર, શબ્દનાં પુષ્પ હો,
શબ્દ પરિમલ હજો વ્યોમ – ભોમે,

ગગનના ગોખમાં શબ્દના દીપ હો,
શબ્દ ઝળહળ હજો દિગદિગન્તે.

સરિત તું, નાવ તું, તું જ નાવિક હો,
તુજ થકી જીવન હો ચૈત્ય-ચૈત્યે.


0 comments


Leave comment