6 - ચહેરા-મહોરાં / પૂરુ અને પૌષ્ટી / ઉત્પલ ભાયાણી


     ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી રંગભૂમિ બંને માટે આનંદ અને ગૌરવની ઘટના એ છે કે કવિ તરીકે પરિચિત વીરુ પુરોહિત ‘પૂરુ અને પૌષ્ટી’ દ્વારા એક એવી નાટ્યકૃતિ આપે છે, જેમાં કેન્દ્રમાં પૂરુ અને એની વાગ્દત્તા પૌષ્ટીનો અસામાન્ય ત્યાગ છે. યયાતિ, દેવયાની, શર્મિષ્ઠાના આંતરસંબંધોમાં નાટ્યાત્મકતા છે જ, પણ આ બધાની સાથોસાથ પૂરુ અને પૌષ્ટીની સામગ્રી પણ ઓછી નાટ્યાત્મક નથી; એનું એમણે પોતાની પ્રથમ જ નાટ્યરચના દ્વારા પ્રમાણ આપ્યું છે....

     માર્કન્ડ ભટ્ટની વડોદરા સ્થિત સંસ્થા ‘ત્રિવેણી’ અને ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામી શકે એવી નાટ્યકૃતિ ભજવતા દિગ્દર્શક પી.એસ.ચારીને પણ અભિનંદન આપવા પડે કે ‘પૂરુ અને પૌષ્ટી’ની રંગભૂમિ પર રજૂઆત કરી.

     આ નાટકનો સ્તર ક્લાસિક (પ્રશિષ્ટ)નો હતો.

- ઉત્પલ ભાયાણી
[‘ચહેરા-મહોરાં’ જન્મભૂમિ પ્રવાસી]


0 comments


Leave comment