37 - આપણે / ઉષા ઉપાધ્યાય


બલ્બના તૂટેલા ફિલામેન્ટની ધ્રુજારી
જોઈ શકીએ છીએ આપણે.
દોડતી બસની બારીના
કાચ ઉપરથી સરકતાં
વરસાદનાં ટીપાંનું કંપન પણ
જોઈ શકીએ છીએ આપણે.
પરંતુ,
ઝંઝાવાતમાં હચમચી ઊઠેલાં વૃક્ષનાં
તરડાતાં, તૂટતાં મૂળિયાંઓનો
ચિત્કારભર્યો થડકાર
આપણે
અનુભવી શકીએ છીએ ખરા ?


0 comments


Leave comment