52 - હશે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


દોષ તારો કે પછી મારો હશે
આપણો ઈતિહાસ બહુ ખારો હશે

ભૂલ કોની એ નથી પૂછવું હવે,
આપણી બરબાદીનો વારો હશે.

વાતમાં તો સાદગી વર્તાય છે,
શી ખબર કે આદમી સારો હશે.

ક્યાં સુધી ઈશ્વરને મારે શોધવો,
એ જરૂર કોઈક વણઝારો હશે.


0 comments


Leave comment