8 - પ્રકરણ - ૮ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


  ‘હોટેલમાં ચા પિવાય ?’
  ‘કેમ, એમાં શો વાંધો ?’
  ‘પણ હોટેલ તો આ કોની – ઈરાનીની છે ને ?’
  ‘હા, તેથી શું થઈ ગયું ?’
  ‘અને એના નોકરો – એ તો કોણ જાણે કોણ હશે ?’
  ‘કેવી વાત કરે છે તું ?’
  ‘એમના હાથનું પાણી ય ન.....’
  ‘આ તો શહેર છે – મહાનગર.’
  ‘હું તો ગામડાંમાંથી આવું છું ને તે ય ચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાંથી એટલે શરૂઆતમાં આવો સંકોચ –‘
  ‘બધો સંકોચ કાઢી નાખવો પડશે – અહીં રહેવું હોય તો એ બધી જુનવાણી રસમો ભૂલી જજો.’
  ‘હં.......’
(ક્રમશ:....)


0 comments


Leave comment