49 - ગઝલ નામે સાગર / ઉષા ઉપાધ્યાય


ગઝલ નામે સાગર હયાતી અમારી,
હરિ નામે કાગળ હયાતી અમારી.

અમે તરબતર એક રંગે અનેરા,
અહો ! બુદ્ધ ચીવર હયાતી અમારી.

ન ઝંઝા, ન તૂફાં, ન વમળો સુસવતાં,
હળું શાંત ફરફર હયાતી અમારી.

ધરાને ધરે જે શિરે શેષ થૈને,
હશે એ જ હળધર હયાતી અમારી.

અને જો ગ્રહે તું કમળપત્ર થૈને,
તુહિન બિંદુ કોમળ હયાતી અમારી.


0 comments


Leave comment