50 - આભમાંથી આગ ઝરતો / ઉષા ઉપાધ્યાય


આભમાંથી આગ ઝરતો સૂર્ય લાવો,
હચમચાવે મૂળમાંથી સર્વને, એ તૂર્ય લાવો.

છે સડક પર માનવી કે છે ઊધઈ આ ?
નત શિરે જે ચાલતા, એ સર્વમાં કૈં દર્પ લાવો.

રે ! સળગતા મીણ માફક માનવી આ,
પગ જમાવી આભને અડકે, અજબ એ સ્થૈર્ય લાવો.

કે દિશાઓ વેધતી વિદ્યુત લાવો,
તુરિ પલાણી, તેગ ધરતું સદ્ય જે એ શૌર્ય લાવો.

ના નહીં, એથી જરા ઊણું ખપે કૈં
સત્વહીણા વેશને ઉથલાવતું જે, સર્વ લાવો.


0 comments


Leave comment