53 - રંગીન અફવાના નગરને / ઉષા ઉપાધ્યાય


રંગીન અફવાના નગરને તું ખિસ્સામાં ભરે છે !
માણસ થઈને મચ્છરોને શું સલામ કરે છે !

ભરચક બજારોમાં મશાલો હાથમાં લૈ ફરે છે,
કો’ રક્ત તરસી જોગણી જાણે ખપ્પર ભરે છે.

ખૂલતી બજારો એ ઉઠાડે છે ઘણી સરળતાથી,
થોડાક માણસ જે અફવાનો ઘાસચારો ચરે છે.

ને આંખ ખોલીને ભલા ચારે તરફ તું જો જરા,
કે સૂર્ય જેવા સત્યનું આ નૂર ક્યાં ઝરમરે છે ?

ને કાન તારા કાન છે કૈં કોડિયાં તો નથીને ?
‘લ્યા તો પછી કાં આમ ગાંગો તેલધારે ઝરે છે !


0 comments


Leave comment