8.7 - એસએમએસ : ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે... / સંવાદ / જ્વલંત છાયા


     ‘સબ થ્રી–જીમેં બીઝી...’ એવી એડ.માં દેખાતો અભિષેક હજી તો યાદ છે ત્યાં તો... અરે શું વાત કરો છો ? હજી તો આપણને પેજર યાદ છે પેજર... ક્યાંક બેઠા હોઈએ અને બીપ બીપ બીપ ટોન વાગે કે તરત તે તરફ બધાનું ધ્યાન જાય તે પછી ભાઈ ક્યાંથી ફોન કરે !! કેટલું પરિવર્તન અને ઝડપી પરિવર્તન ! ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીમાં જેટલી શોધો અને જે ચેન્જ છેલ્લા દાયકામાં આવ્યા તે દોઢ સદીમાં નથી આવ્યા, વોકમેનમાંથી આઇપેડ અને મેમરી કાર્ડ કે પુશ બટન ટેલિફોન – એસટીડીમાંથી સ્માર્ટ ફોન અને હવે વ્હોટ્સએપ, વી-ચેટને કેટકેટલું ? પણ સરકાર ચાળા કરે, કેરે જ. સરકાર પોતે લોકોને ગમે તેવી ક્યારેય ન બને પરંતુ તે એવું તો કર્યા જ કરે કે લોકોને તે ન ગમે. તે વચ્ચે આ સરકારે એવું નક્કી કર્યું કે એસ.એમ.એસ. મર્યાદિત કરી દેવા !!!

     કોઈ માણસને દિવસની ૨૦ સિગારેટ પીવાની ટેવ હોય, આપણે તેના હાથમાંથી પેકેટ આંચકી લઈએ અને પાનની દુકાન બંધ હોય તો ? કોઈને જલેબી ખૂબ ભાવે અને પેથોલૉજિકલ લૅબમાંથી રિપોર્ટ આવે કે તે વ્યક્તિને સુગર વધારે છે તો ? ગાયનું ઘી ખાઈ ખાઈને જીવતા માણસને કોલોસ્ટરોલ વધારે નીકળે અને ઘી બંધ થઈ જાય તો ? રોજ મહાદેવનાં દર્શન કરીને જ દિવસ શરૂ કરનાર માણસ હોય અને અચાનક એ મંદિર જ તોડી નાંખે તો ? લાઇફમાં ડિસ્કમ્ફર્ટ ફિલ થાવા માંડે, તેવી જ એ ઘટના હતી. સરકારે એસએમએસ કરવા પ્રતિબંધ મૂક્યો અને દિવસના પાંચ જ મૅસૅજ પાસ થાય તેવી વ્યવસ્થાનો અમલ શરૂ કર્યો પછી લોકો વચ્ચે જે વાતો ચાલી તે સાંભળીને મરીઝનો શેર યાદ આવી ગયો, ‘મેં ત્યજી તારી તમન્ના એનો આ અંજામ છે કે, હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.’ મૅસૅજ હોય કે માણસ જીવનમાં જયારે જે બાબત કે વસ્તુ હોય ત્યારે તેનું મૂલ્ય નથી સમજાતું. જળાશયો છલોછલ હોય અને વૉટરબૅગમાં પણ પાણી હોય ત્યારે તરસનું કોઈ સ્થાન જ હોતું નથી ને !જયારે કશુંક ખૂટે ત્યારે તેનો અભાવ ખૂંચે છે અને એવું જો થયું આ એસએમએસમાં. છેલ્લા દોઢેક દાયકાથી તે આપણા જીવનમાં એટલી હદે વણાઈ, ગૂંથાઈ ગયા હતા કે આપણને કલ્પના પણ નહોતી કે જીવનમાં કેટલાંક કલાકો એસએમએસ વાંચ્યા કે કર્યા વગરના પણ હોય શકે ! શરૂઆતમાં શોધ, જરૂરત અને પછી કોમર્શિયલ આસ્પેકટ-રસમો રિવાજ છે આ તો.

     વડીલ છતાં મિત્રે એવા કવિ હર્ષદ ચંદારાણાની આસિત દેસાઈએ ગાયેલી ગઝલનો એક શેર છે, ‘રાહ તારા પત્રની જોયાં પછી, થાય કે મારા ઉપર કાગળ લખી.’ વર્ષોથી લખાતા આવતા પત્રો હોય રોજના સિરપમાંપાણી ભલે તેમ થોડાં સમયમાં આપણા વ્યવહારજગતમાં વ્યાપી ગયેલા ઇ–મેઈલ હોય, જ્યાં કૉમ્યુનિકેશન આવે ત્યાં પ્રતીક્ષાનું તત્વ રહેવાનું. કોઈ સંદેશો વાંચ્યા કે સાંભળ્યાનો ઉમળકો તો જ સાર્થક થાય જો તેના માટેનો અજંપો આંખમાં હોય. પણ યાર, એસએમએસ બંધ હોય તે કેમ ચાલે ? તેમ કાંઈ ખાવાની ના કહો, પીવાનું બંધ કરાવો, સવારે વહેલું થવાનું ફરજિયાત બનાવો, યોગા કરાવો, બધું બધું સહ્ય પરંતુ એસએમએસ બંધ !!?? મૅસૅજ નહીં કરવાના ? નહીં વાંચવાના ? આપણી સરકારો એવી છે કે કાંઈક સુવિધા શરૂ કરવાની હોય તો તેને અનેક કારણ જોઈએ, તેના માટેની અરજી જોઈએ, તેના માટે લાં.....બી પ્રક્રિયા જોઈએ બાકી પ્રતિબંધ મુકવા માટે ફક્ત ગંડુરાજા જેવી માનસિકતા જ કાફી છે !!

     પાડાના વાંકે પલાખીને ડામ તે કહેવત, કહેવત કોષમાંથી બોલ્ડ અક્ષરે બહાર આવીને ઠેર ઠેર પડેલી દેખાય છે. આતંકવાદીઓ તીર્થ સ્થાન પર હુમલો કરે તેવા ડરથી શ્રધ્ધાળુઓએ પોતાનાં પર્સ, થેલા લોકરૂમમાં મૂકીને જવાનું, પ્રવાસન વિકસવાનું છે પણ ‘ફોટો ખિંચના મના હૈ.’ હિંસા આસામમાં થઈ અને કોઈ વિકૃતોએ અફવા ફેલાવી તેમાં આખા દેશમાં એસએમએસ પર પ્રતિબંધ !! પરંતુ સલામતીનું કારણ હોય તેથી એમ ઉઘાડો વિરોધ થઈ પણ ન શકે !! ચલાવવું પડે એસએમએસ વગર.

     આટલા દિવસથી આંગળીઓને આરામ મળે કે આંખો ઓછી ખેંચાઈ કેમ? અરે જે થવું હોય તે થાય પરંતુ મૅસૅજ વગર કેમ જિવાય ? (મૅસૅજની લેંગ્વેજમાં – અંગ્રેજીનો કે અને એમ, જી અને વાય) આપણને ખ્યાલ પણ નથી કે આ શોર્ટ મૅસૅજ સર્વિસે કેટલા લોંગ ટાઇમથી આપણા પર કબજો કર્યો છે, આપણને વશ કરી લીધા છે. આ યુગમાં કૉમ્યુનિકેશનના કોઈ પ્રકાર, માધ્યમનો વિરોધ કે ટીકા કરવાં એટલે બ્રાહ્મણ જનોઈનો વિરોધ કરે તેવું લાગે !! મોબાઇલ, ઇન્ટરનેટ, ચેટિંગ, સોશ્યલ નેટવર્કિંગ જેવી આ સંદેશ વ્યવહારની વહેતી નદીમાં જેને કાંઈ પણ દુર્ગંધ આવતી હોય તેણે પોતાનું નાક સાફ કરાવી લેવી જોઈએ. એસએમએસ બંધ કે નિયંત્રિત થવાથી ફાયદા ઓછા ને નુકસાન વધારે છે. સોશ્યલ, ઇકોનોમિક અને સાઈકૉલૉજિકલ તમામ આસ્પેકટ આ કૉમ્યુનિકેશનમાં જોડાયેલા છે.

     હાય હેલ્લો કરતાં સ્ટુડન્ટસ કે યંગસ્ટર્સથી માંડીને હાયહોય કરતાં લોકો સુધી તમામ હવે આ મૅસૅજનો ઉપયોગ–સદ્દઉપયોગ કરે જ છે. દરેક પથ્થર ઈશ્વર હોતો નથી, દરેક નદી ગંગા હોતી નથી, ભગવા પહેરેલો દરેક માણસ સંત હોતો નથી અને શેક્સપિયરે કહ્યું હતું તેમ, ‘ચમકે તે બધું સોનું હોતું નથી’ તેમ દરેક એસએમએસ અશ્ર્લિલ હોતો નથી, દરેક સંદેશીઓ અફવા હોતો નથી. આપણે તેનો મિસયુઝ જ કરવો હોય તો અલગ વાત છે બાકી એકબીજાને મળવાનું, મળવાના ન હોય તો અગાઉથી જાણ કરવાનું, મળવા નીકળી ગયા હોય અને કોઈ કારણ (!!) ઊભું થાય તો રસ્તામાં જ તેને અટકાવવાનું આ મોટું માધ્યમ છે. શોર્ટ મૅસૅજ સર્વિસ ફક્ત ચેટિંગ માટે, લવઅફેરમાં થતી સંદેશાની આપ-લે પૂરતા મર્યાદિત નથી. સિરિસલી વિચારો આ કેટલું મોટું માધ્યમ છે. ઇ-મેઈલમાં તો ક્લિક કરવામાં આંગળીને શ્રમ પડે તેની સરખામણીમાં અહીં ફક્ત હાથનો અંગૂઠો સાવ હળવેથી દબાવીએ અને મનોજ ખંડેરિયાનો શેર છે પણ નથી લખવો પછી મિત્રો ફરિયાદ કરે છે. આપણા શબ્દો સીમાઓની પણ પાર. – લખી નાખું ? કવિ મિલિન્દ ગઢવી જેમને લાડાદરથી (લાડ-આદર)થી ડોન ખંડેરિયા કહે –તે મનોજભાઈનો શેર – ‘મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરલ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે !!’

     પહોંચી ગયા ? હા. ક્યારે નીકળશો ? ૧૦ મિનિટમાં ? તું ક્યાં છો ? ક્યારનો વેઇટ કરું છું ? ક્યાં ? સીસીડી પાસે જ. ઓકે હું રાહ જોઈને હમણાં જ અહીં આવી, પાંચ મીનીટમાં પહોંચું. મિટિંગ છે ? હા. વાત થશે ? હમણાં ફોન કરું. આવી વ્યવહારુ વાતોથી માંડી આઇ લવ યુ ટું, થ્રી, ફોર... મિસ યુ, ક્યાં છો ? આવ ને, અત્યારે નહીં, એવું પર્સનલ કૉમ્યુનિકેશન પણ કેટલી મોટી માત્રમાં થતું હોય છે. પત્રો-ઈ મેઈલ તો ઠીક આ એસએમએસે ફોનકોલને પણ પાછળ રાખી દીધો છે. શરૂઆતમાં તો ફક્ત સંદેશ સ્વરૂપે ધીમા સવારે શરૂ થયેલી આ વાત આજે તો બુલંદીથી સંભળાઈ રહી છે – વંચાઈ રહી છે. ક્યાંક કપડાનું સેલ છે તો તો એસએમએસ, તમારા બૅન્ક એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે – એસએમએસ, તમારા મોબાઈલનું બિલ ઘરે મોકલી દીધું છે – એસએમએસ, આ શોર્ટ મૅસેજ સર્વિસનો સૌથી વધારે ફાયદો લીધો રિયાલીટી શોઝના પ્રોડ્યુસર્સ અને કોન્ટેન્ટન્ટસે. કોણ જીતશે ? કરો એસએમએસ. આપ ભી બૈઠ શકતે હો હોટસીટ પર–કરો એસએમએસ.... વિચારો કર્યું ક્ષેત્ર છે જ્યાં આ શોર્ટ મૅસેજ સર્વિસ નથી ? અને તેમાં ય સ્માર્ટફોનની વ્હોટ્સએપ એપ્લિકેશને તો ભાઈ ગજબ કરી છે હો!! કેટલાં ટેમ્પ્લેટ ને કેટલાં કેરિકેચર ને કાંઈનું કાંઈ, અરે આ વ્હોટ્સએપ સામે અને હજી તો આવું વ્હોટનું વ્હોટ–શું નું શું ય આવી જશે ? જેમ આપણા પુરાણોમાં વિવિધ દશ અવતારના અલગ અલગ મહાત્મ્ય છે તેમ ટૅક્નોલૉજીના પણ વિવિધ અવતારો એટલે આ ક્લિક–અને કિબોર્ડની દુનિયા – વાઈફાઈ અને વ્હોટ્સએપનું જગત અને તેમાં આ મેસેજોવતારનો મહિમા જાજેરો છે !!

     એસએમએસનું તો પાછું એક શાસ્ત્ર છે. લવ એસએમએસ અલગ, શાયરી અલગ, જોક્સ અલગ–અને જોક્સનો તો અવિરત પ્રવાહ અને ઘણા ઉત્સાહી જોકર-જોક કરે તે યુ નો!! ફોન કરીને પૂછે, ‘મારો એસએમએસ મળ્યો ?’ મૅસેજની અલગ ભાષા-ગ્રેટ લખવું હોય તો જીઆરઈએટી ન લખાય. પહેલાં જીઆર પછી અંગ્રેજીમાં આઠડો કરવાનો. ફોર એટલે કે માટે લખવું હોય તો અંક ફોર કરવાનો. યોર કે યુઆર લખવું હોય ઇંગ્લીશમાં યુ અને આર. અરે હદ થઈ ગઈ હદ. વન્ડરફૂલ અંગ્રેજીમાં ૧ અને નડર ફૂલ. એસઓએમઈ–સમવન–સમ લખી અંગ્રેજીમાં ૧. માય ગોડ, ટુમોરો એટલે ? ઇન્લીશમાં ટુ પછી એમઆરઓ!!!! આ મૅસેજનો ભાષા વૈભવ છે, તેનો આખો શબ્દકોશ છે અને તેનો યુઝ – અંગ્રેજીમાં યુ અને ઝેડ!! કરનારા લોકો કહે, એ ભાષાની એક મજા છે!! મૅસેજની ભાષા જેમ સરાજવી સરળ નથી તેમ તેની ટૅકનિક પરિભાષા પણ આમ આદમી માટે સહેલી નથી – જીએસએ, વીએસપી, એસએમએસસી, જે ફોન, ૩જી, એસએમએસ પીપી – એવી ટર્મ છે. એ બધું આપણને ન સમજાય, પરંતુ મોબાઈલસાધક તરીકે આપણે એ કાંઈ લઈએ કે પૈકી ૭૪ ટકાથી વધારે એસએમએસનો ભરપૂર ઉપયોગ કરે છે. ૨૦૧૦ના વર્ષમાં ૬.૧ ટ્રિલિયન એસએમએસ મોકલાયા હતા અને આપણે આ ટ્રિલિયનનું એકાંતર (ભાષાંતર-અંક છે એટલે) કરીએ તો એક વર્ષમાં પ્રતિસેકેન્ડ-પ્રતિ દર એક સેકેન્ડે, સેકન્ડ દીઠ ૧ લાખ ૯૩ હજાર એસએમએસ થયા હતા. એસએમએસની ગ્લોબલ સરેરાશ કિંમત ૦.૧૧ યુએસ ડૉલર છે અને તેથી વૈશ્વિકસ્તર પર દર સેકેન્ડે થયેલા ૧,૯૩.૦૦૦ મૅસેજથી ૧૧૪.૬ બિલીયનની આવક થઈ હતી.

     આજે આપણે ફરી મૅસેજની સ્કીમોથી એટલા ટેવાઈ ગયાં છીએ ને મૅસેજ ફરી હોય છે શા માટે માણસો ફરી ઓછાં થાય છે!!!! તેથી આજે દીવાસનો પ્રથમ મૅસેજ કોણે કર્યો અને કોનો આવ્યો તે પણ યાદ રહેતું નથી, પરંતુ એવો પ્રશ્ન કોઈ દી' થયો છે કે દુનિયાનો પહેલો મૅસેજ ક્યારે થયો હશે ? કોણે કર્યો હશે ? ૧૯૯૨ તા.૩ ડિસેમ્બર વોડાફોનના જીએસએમ નેટવર્ક પર સૌથી પહેલો શોર્ટમૅસેજ સેમા ગ્રુપના નીલ પપવથે પાસ કર્યો, જે સામે રિચાર્ડ જેરવીસે પોતાનાં ઓબિટેલ ૯૦૧ મોબાઈલ હેન્ડસેટ પર રીસીવ કર્યો. અને મૅસેજમાં લખ્યું હતું, મેરી કિસમસ!! અને સૌથી પહેલો કોમર્શિયલ મૅસેજ કર્યો હતો, લોજિકાના એલ્ડિસ્કોમથી સ્વીડનના ટેલિયા વિસ્તારમાં મોકલાયો હતો. વર્ષ હતું ૧૯૯૩ પછી તો આ મૅસેજ વહેતા થયા, પરંતુ ધીમી ગતિએ. ૧૯૯૫માં કુલ મોબાઈલ ધારકો પ્રતિજીએસએમ ૦.૪ મૅસેજ મોકલતા. એસએમએસ જેવી સેવા હોવી જોઈએ., શબ્દો દ્વારા ફોન જેવા સાધન પર સંદેશાઓની આપ-લે થવી જોઈએ તેવો વિચાર ૧૯૮૨માં રોપાયો હતો. રેડિયો ટેલિગ્રાફી પર આધારિત આ મૅસેજીસ હતા. પહેલાં તો વોઇસ મૅસેજ જ અસ્તિત્વમાં હતા પછી નક્કી થયું કે ૧૬૦ કેરેકટરના આવા સંદેશ પણ લોકો વચ્ચે ‘આવ-જા કરે’

     આજે આ મૅસેજ વૈશ્વિક બન્યા છે એટલું જ નહીં, તેણે માણસને માણસ સાથે જોડ્યો છે! એક દિવસમાં સેંકડો મૅસેજીસ કરનારા વિર-વિરાંગનાઓ છે. ફરી મૅસેજની સ્કીમનો લાભ લેનારા અઢળક છે. અને એટલે જ અત્યારે તેમને બધાને લાગે છે, તારા વિના મૅસેજ મને એકલડું લાગે, અને હા આ જીએસએમ શું છે ? મોબાઈલ લૅંન્ગજ છે ? ના, એનું ફૂલફોર્મ થાય ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ...


0 comments


Leave comment