2 - દઈ જા સત કેકા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હો માડી, તારા મોરલાને દઈ જા સત કેકા.

    એને મૂંઝવે અસત કેરા લ્હેકા રે;
હો માડી, તારા મોરલાને દઈ જા સત કેકા.

જગ કેરી ઝાડી જોઈ,
મન એનું રહ્યું મોહી;
    શુધ બુધ ખોઈએ તો કરે ચળ ચ્હેકા રે.
હો માડી, તારા મોરલાને દઈ જા સત કેકા.

અમરા વનરાયું મ્હોરે,
સુરતાનાં ફૂલ ફોરે;
    નરતે તો તોરે ગેબી ગજવી અહાલેકા રે.
હો માડી, તારા મોરલાને દઈ જા સત કેકા.

માડી, જગથીય જૂનો,
મોરલો શોષાય સૂનો;
    સરોદ આદુનો એનો માગે ગમના ગ્હેકા રે.
હો માડી, તારા મોરલાને દઈ જા સત કેકા.


0 comments


Leave comment