5 - શબદુની વાટે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


જ્યોતિ ઝગે રે મોંઘાં મોતી તગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.

પરમ રસે પેટાયાં
રૂડાં રૂપલાં મેરાયાં,
એનાં અજવાળાં, એને કોઈ નો લગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.

દવ દાહ બાળી નાખ્યા,
સમ શીત અગનિ રાખ્યાં
મર કાળઝંઝા ફૂકે, નહીં એ ડગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.

ઘડી વરમંડે છાતી,
ઘડી ઘટડે ઘેરાતી,
ઘડીમાં ઝગે એ વ્યોમે, ઘડીમાં દેગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.

ઝલકુ સરોદે જોઈ
શુધ બુધ એમાં ખોઈ;
સુરતા સમાલી એની ઊજળી શગે રે,
શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે.


0 comments


Leave comment