6 - શબદ તો-/ મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


શબદ તો ભમરી થઈને ભમે,
કોઈને અંતર ડંખ દિયે ને વળી
     કોઈને અંતર રમે-
     શબદ તો ભમરી થઈને ભમે,

બારાખડીમાં બેઠો શબદ એ
     કીટ સમો કમકમે;
દરદી દિલડુ ડંખ દિયે કે એને
     પાંખ આવે એ સમે -
     શબદ તો ભમરી થઈને ભમે,

દરદમય કરે દુનિયા એવો દાવો
     શબદ દિલને ગમે;
શબદ એ તો સાચવી રાખે,
     એનાં અરથે અવિરત રમે -
     શબદ તો ભમરી થઈને ભમે,

લ્હાયથી નીપજ્યા શબદ કેરી એ તો
     લ્હાયને ખાંતે ખમે;
સત સરોદ એવા દરદી શબદો
     મરમી મૌન શમે -
     શબદ તો ભમરી થઈને ભમે,


0 comments


Leave comment