10 - ગુરુનો પ્રેમ નિરાલો/ મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ગુરુનો પ્રેમ નિરાલો રે
    હો બંદવા,
       ગુરુનો પ્રેમ નિરાલો રે હો જી૦

કડવાં ઓસડિયાં મા પિવરાવે,
    પીતાં રડે બાળ કાલો રે હો જી;
કડવાં ઓસડનેય મીઠાં બનાવતો
    ગુરુનો ગુપત પિયાલો રે : -
    હો બંદવા,
       ગુરુનો પ્રેમ નિરાલો રે હો જી૦

જણવાની વેદનાને જણનારી જાણે,
    એના તનડામાં ભોંકે કોઈ ભાલો રે હો જી;
પંડ પ્રગટે ત્યારે પાવક પ્રજળે,
    એ ઝીલે બાવોજી રાખવાળૉ રે : -
    હો બંદવા,
       ગુરુનો પ્રેમ નિરાલો રે હો જી૦

આંખ સામે એને પાળે સંસારિયાં,
    કાચો એ સાવ પ્રેમપાળો રે હો જી;
જનમારા વીતતાંય પાળે સરોદને,
    એ ગુરુજી કેવો મરમાળો રે ! -
    હો બંદવા,
       ગુરુનો પ્રેમ નિરાલો રે હો જી૦


0 comments


Leave comment