55 - ખોટા સિક્કાની જેમ / ઉષા ઉપાધ્યાય


ખોટા સિક્કાની જેમ પાછી વળી છે,
આ ઉદાસીઓ રોજ ગળે પડી છે.

હું ક્યાં ખાસું ક્યાં દૂર જાઉં એનાથી,
કે આ ઉદાસી શ્વાસ સાથે મળી છે.

શોધ્યા કરી છે ઉમ્રભર એ ક્ષણોને,
જે ઘાસ માંહે સોય માફક સરી છે.

આ કંટકોનો ક્યાં જરા યે દોષ છે ?
ફૂલો ખસ્યાં તો એમણે ડાળ સજી છે.

ને કેટલો ઉપકાર કીધો વેરીએ !
વીંધ્યું હૃદય તો ફૂંક એની વહી છે.


0 comments


Leave comment