61 - તું મને સમજાવ... / ઉષા ઉપાધ્યાય


તું મને સમજાવ કે આ રઢ સમું શું હોય છે ?
સાત દરિયા પાર, તો યે ગઢ સમું શું હોય છે ?

કો’ સુરીલ શ્વાસની વીણા બજે છે રાત-દિન,
તો પછી આ કાલ સાથે વઢ સમું શું હોય છે ?

નેત્ર વાંચે જ્યાં દિગન્તે સોનાવરણા શબ્દને,
કોઈ બેઠું ભીતરે અનપઢ સમું શું હોય છે ?

તું વસે જે દેશમાં ત્યાં તો ઋતુ સૌ એક છે,
ઐ છલકતા પૂરમાં કો મઢ સમું શું હોય છે ?

આમ તો અકબંધ છું હું હિમ શિખર સમ હરપળે,
ને છતાં ફડફડ થતા કો સઢ સમું શું હોય છે ?


0 comments


Leave comment