64 - મૂળ ‘તે’ને પામવાની.../ ઉષા ઉપાધ્યાય


મૂળ ‘તે’ને પામવાની વાત છે,
બસ પછી હરપળ છલકતી જાત છે.

બ્હારના બાગે-ચમનને શું કરું ?
રોમ રોમે અહીં અલખ મો’લાત છે.

ફૂલની ક્યાં કંઈ જરૂરત છે હવે,
મન છલોછલ ખુશ્બૂની સોગાત છે.

લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે.

ને કદી મીરાં મળે તો પૂછજો,
કેટલાં જોજન પછી પરભાત છે.

હું સદા માગું તને હે જિન્દગી,
નિત્યનૂતન કેટલી તુજ વાત છે.


0 comments


Leave comment