23 - હરિ વ્હાલા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


અમે મોજીલા મતવાલા,
    અમને હરિ વ્હાલા,
        હરિ વ્હાલા.

કિરપા કરી કરુણાળુ કહાને,
    પાયા પ્રેમપિયાલા;
નામ લઇએ કે અંતરમાં,
    ઊછળે નેહ-ઉલાળા : -
    અમને હરિ વ્હાલા,
        હરિ વ્હાલા.

હરિવર કેરી કીરત કથનમાં,
    દિન નિશ જાય રસાળાં;
વ્હાલમની વ્હાલપમાં જીવીએ,
    મોદ ધરી મરમાળા : -
    અમને હરિ વ્હાલા,
        હરિ વ્હાલા.

સરોદની સરગમ છે ન્યારી,
    એના સૂર નિરાળા;
એ સૂરે જે સૂર પૂરે, એનાં
    અંતરિયા ઉજમાળા : -
    અમને હરિ વ્હાલા,
        હરિ વ્હાલા.


0 comments


Leave comment