26 - રાજીપો મારા રામનો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હું તો રાજી કરાજી કાંઈ ન જાણું રે,
    રાજીપો મારા રામનો હો જી :
હું તો રાજીપે રામજીના માણું રે,
    મતવાલો એના નામનો હો જી.

રહે રુદિયાનું ભાણું
    અમીએ ભરાણુ;
એવું નામીએ નામ કેરું નાણું રે,
    સિક્કો તો મારા શ્યામનો હો જી.

જુવે ન્હૈં કટાણું ટાણું,
    ઊભું એનું આણું;
અહોનિશ વાય એનું વાણુ રે,
    અવસર આઠો જામનો હો જી.

નીલુડા નભ સમાણુ;
    બધે એનું ગાણું રે;
સરોદે સુણ્યું ને સંભળાણુ રે,
    ધોરી હું એના ધામનો હે જી.


0 comments


Leave comment