28 - ફૂલનો દડો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


કાયા મારી ફૂલનો દડો.
    હરિવર ખેલો ખાંતે રે,
        કાયા મારી ફૂલનો દડો.

પાંખડી વિલાય,
ભલે ફૂલ વીખરાય;
નહીં દુઃખ એનું કોઈ પાંતે રે. -
        કાયા મારી ફૂલનો દડો.

શ્વેત કિરણોનાં ટોળાં,
જાણે પોલ ધોળાંધોળાં -
ચડિયાં છે શ્વાસો કેરી તાંતે રે. -
        કાયા મારી ફૂલનો દડો.

ખેલ થાય જ્યારે પૂરો;
જોજો ફૂલ થાય ચૂરો,
શેષ કંઈ રહે ના એવી શૂન્યની નિરાંતે રે. -
        કાયા મારી ફૂલનો દડો.


0 comments


Leave comment