31 - હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


અવસર આવ્યો છે અણમોલ,
    હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ :
યાદ કરી કિરસનનો કોલ,
    હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ.

બોલ હરિ હરિ ઝાંઝ પખાજે,
બોલ હરિ હરિ મૃદંગ અવાજે,
બજે ખંજરી, બાજે ખોલ,
    હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ.

હરિના જન હરિ હરિ હરિ બોલે,
મગન મગન મતવાલા ડોલે;
ચહુ દિશ રેલાયો રસલોલ,
    હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ.

હરિ બોલે જગ જાય તણાયું,
કેમ ગુમાવે કાંઠે આયુ. ?
સરોદ ધડુકાવી દે ઢોલ,
   હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ.


0 comments


Leave comment