32 - દીવડિયુંના દેહે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
કેમ રે લાવીએ સૂરજ ગેહે રે ?
પરગટીએ એને દીવડિયુંના દેહે.
મોટાં મોટાં મોજાં અમે ક્યાંથી ઉછાળીએ ?
આવી જાય આંસુ બેક વ્રેહે રે : -
પરગટીએ એને દીવડિયુંના દેહે.
વરમંડ કેરાં વાજાં સુણીએ તે ક્યાંથી ?
મન લાગ્યું મુરલી કેરી લેહે રે : -
પરગટીએ એને દીવડિયુંના દેહે.
વગડો ન ફોરે દિલમાં, દરિયો ન ડોલે;
આવે એવાં વેણાં વદીએ નેહે રે : -
પરગટીએ એને દીવડિયુંના દેહે.
0 comments
Leave comment