33 - દીપ બરાબર / મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’


અખિયાં દીપ બરાબર સળગી.

તંતુ તંતુ સ્નેહાતુર બાળી
વાટ કજળી તે કીકી કાળી;
શેષ રહી લાલાશ લ્હાયની
    લેશ થાય નહીં અળગી.
અખિયાં દીપ બરાબર સળગી.

પરચો પૂર્યો નૌતમ નાથે,
કેવળ નીર ભર્યું નિજ હાથે;
સરોદ અદકી બળ્યા કરે તે
    તનના ટોડલે વળગી.
અખિયાં દીપ બરાબર સળગી.


0 comments


Leave comment