3 - જરૂરિયાત મુજબ / અશોક ચાવડા 'બેદિલ'
કબૂલ થાય દુઆઓ જરૂરિયાત મુજબ;
મળે કદાચ વ્યથાઓ જરૂરિયાત મુજબ.
કદાચ હોય નહીં આંખમાં ખરા સમયે,
આ આંસુઓને વહાવો જરૂરિયાત મુજબ.
કરી ગયો છે બધું રાખ એકલો તણખો,
ફક્ત વહી'તી હવાઓ જરૂરિયાત મુજબ.
ઉદાસી, દર્દ અને આંસુઓ કદીક દગો,
બધાંને કામ હું આવ્યો જરૂરિયાત મુજબ.
દફન કરી ન શક્યું કોઈ લાશ 'બેદિલ'ની,
એ રોજ રોજ મરાયો જરૂરિયાત મુજબ.
0 comments
Leave comment