9 - પાણીમાં / અશોક ચાવડા 'બેદિલ'


થઈ ગઈ છે લહેરો સજાગ પાણીમાં;
ધીમે ધીમેથી પવન કર સુરાગ પાણીમાં.

વહ્યાં છે ક્યાંક ગરમ આંસુઓ સતત એમાં,
નહીં તો આ રીતે લાગે ન આગ પાણીમાં!

તમે ઊભાં જ રહ્યાં સ્હેજ જ્યાં ચરણ બોળી,
ખીલી ગયો છે પછી એક બાગ પાણીમાં.

થયું પાણીય પાણીપાણી જેને ધોવામાં,
પડી ગયો છે અજબ એક દાગ પાણીમાં.

ફરીથી ભાગ્યમાં અંધારપટ થશે 'બેદિલ',
ભૂલી જવાયો ફરીથી ચિરાગ પાણીમાં.


0 comments


Leave comment