38 - પૂરણ હજી દૂર છે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ઓછાંને જોઈ કેમ મોઢાં મચકોડીએ,
  એને તો હૈયાશું જોડીએ;
    પૂરણ હજી દૂર છે રે,
        દૂર છે.

સમદરનાં ભલે સોણલાં આવ્યાં,
  સરને કેમ તરછોડીએ;
    પૂરણ હજી દૂર છે રે,
        દૂર છે.

અંતર આપણેય ઓછપ બેઠી,
  સૂવું છે એક જ સોડિયે;
    પૂરણ હજી દૂર છે રે,
        દૂર છે.

સાંઈને ચરણે સરોદની વિનતિ,
  બાળક આપણે તો ઘોડિયે;
    પૂરણ હજી દૂર છે રે,
      દૂર છે.


0 comments


Leave comment