40 - સોણું આવ્યું સાગરનું / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


મટકી કેરી માછલડીને સોણું આવ્યું સાગરનું;
સ્વપ્ન ગયું પણ તે દિનથી એને નીર ન ભાવ્યું ગાગરનું. -
    સોણું રે આવ્યું સાગરનું.

જે જળમાં રહી નિત્ય વિહરતી,
એ જળથી જાણે રહે ડરતી;
કેર કરી ગયું હોય ન કારી કામણ કોઈ કીમિયાગરનું ! -
    સોણું રે આવ્યું સાગરનું.

કેમ કરી ઘર બાર નીસરવું ?
હોય ન જળ તો શી વિધ તરવું ?
ક્યાં હશે મટકી ? ક્યાં હશે સાગર ? કારણ રોજ ઉજાગરનું. -
    સોણું રે આવ્યું સાગરનું.

મટકી તરતી સાગર - તાણે,
માછલી એટલડુંય ન જાણે;
ઉપર હસતું મોં ન નિહાળે નટખટ નટવર નાગરનું. -
    સોણું રે આવ્યું સાગરનું.


0 comments


Leave comment