42 - કંકોળેલા કેડા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


જેવા વટાવો ભવ ભેડા રે
    એવાં કંકોળેલા કેડા.

આ રે મારગડે પગ દીધો કે ભાઈ,
    તરસ બનતી તેડા;
બીક બલાનું નામ ન અહીંયાં,
    અવધૂત સંગ અલેડા. -
    એવાં કંકોળેલા કેડા.

વાટ વિપદની વાત ન વસમી,
    નેણે નેણે નેડા;
એક જ સંગ સમંદર વહેતા
    જાણે બબંકા બેડા. -
    એવાં કંકોળેલા કેડા.

ભાવભજનની ધૂન મચે અહીં,
    ભગતિ રસના રેડા;
દાસ સરોદની એક જ વિનતિ
    ફાડો ફિતુરી છેડા.
    એવાં કંકોળેલા કેડા


0 comments


Leave comment