47 - આ શી અવસ્થા ! / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હરિ, આ શી અવસ્થા મોરી !
એક આંખથી આંસુ વહે
    ઓર એક આંખ રહે કોરી. ! -
    હરિ, આ શી અવસ્થા મોરી. !

એક અંગ સહુ અરપી બેઠું,
    એક કરે છે ચોરી;
એક નમ્ર હરિચરણ તળાંસે,
    એક કરે શિરજોરી ! -
    હરિ, આ શી અવસ્થા મોરી. !

એક ધૂન હરિનામની ગજવે,
    એક મોરી ને તોરી;
દેહ પાળું યા ટાળું, હરિ,
    તુજ કર મુજ જીવાદોરી. -
    હરિ, આ શી અવસ્થા મોરી. !


0 comments


Leave comment