44 - ઇજાગ્રસ્ત – સણકા- સબાકાનો માણસ / મનોજ ખંડેરિયા
ઇજાગ્રસ્ત – સણકા- સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ
ઉખેળો તો કાયમ ઉખેળાયો કરતો,
ન પૂરો થતો કેમે’ તાકાનો માણસ
ગમે તે તરફથી અડો તો ચીરાશો,
બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ
ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
નજાકતનો ; સુરમા- સલાકાનો માણસ
અમારી જ અંદર જવા યત્ન કરતાં –
સતત અમને રોકે છે નાકાનો માણસ
શિરાએ શિરામાં સુરંગો પડી છે,
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ
નગર આખું થઈ જાય ગમગીન-મૂંગું –
થતો ચૂપ જયારે તડકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ
ઉખેળો તો કાયમ ઉખેળાયો કરતો,
ન પૂરો થતો કેમે’ તાકાનો માણસ
ગમે તે તરફથી અડો તો ચીરાશો,
બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ
ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
નજાકતનો ; સુરમા- સલાકાનો માણસ
અમારી જ અંદર જવા યત્ન કરતાં –
સતત અમને રોકે છે નાકાનો માણસ
શિરાએ શિરામાં સુરંગો પડી છે,
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ
નગર આખું થઈ જાય ગમગીન-મૂંગું –
થતો ચૂપ જયારે તડકાનો માણસ
0 comments
Leave comment