51 - હું સ્મરણના શ્વાસમાં ખોવાઈ જઉં / મનોજ ખંડેરિયા


હું સ્મરણના શ્વાસમાં ખોવાઈ જઉં
પળના બાહુપાશમાં ખોવાઈ જઉં

હું મને અંધારાના રસ્તે મળ્યો,
હું હવે અજવાસમાં ખોવાઈ જઉં

તેજની એવી મને લાગી તરસ-
હું સૂરજની પ્યાસમાં ખોવાઈ જઉં

કોઈના હળવાં પડ્યાં પગલાં સમો,
હું સમયના ઘાસમાં ખોવાઈ જઉં

કોઈ ખેંચી લ્યો ક્ષિતિજ પરથી મને,
હું નર્યા આભાસમાં ખોવાઈ જઉં


0 comments


Leave comment