11 - પગલાં તળાવમાં / અશોક ચાવડા 'બેદિલ'


થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.

કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા ઃ
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?

બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આ આંખોની વાવમાં.

મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.

'બેદિલ' અરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.


0 comments


Leave comment