16 - તું / અશોક ચાવડા 'બેદિલ'


પૂરી શકે છે શોખથી એની તિરાડ તું;
ખોલી નહીં શકે પછીથી આ કમાડ તું.

વ્યવહાર, મજબૂરી, સમયની આંટીઘૂંટીમાં,
મારાં સ્મરણને સાચવે છે માંડ માંડ તું.

એકાદ જડ રહી જતાં ઘનઘોર થૈ જઈશ,
હું કલ્પવૃક્ષ છું મને જડથી ઉખાડ તું.

મારા બધાય દોષ હું હમણાં કબૂલી લઉં,
મારા લીધે ન આમ સંબંધો બગાડ તું.

તારો અવાજ શૂન્યમાં શામિલ થવાનો છે,
હોવા વિશે ન રોજ 'બેદિલ' સાદ પાડ તું.


0 comments


Leave comment