20 - આશરે ગયા / અશોક ચાવડા 'બેદિલ'


ભૂલી જવાઈ રાહ સઘળી આશરે ગયા;
વરસો પછી ઘર યાદ આવ્યું ને ઘરે ગયા.

પથ્થર હતા ને તોય દર્પણથી ડરે ગયા;
હોવા વિશેની કેટલી ચિંતા કરે ગયા!

એકેક રજકણ હેતથી ચોંટી પડી મને,
જ્યાંથી પડ્યા છૂટા અમે, એ પાદરે ગયા.

ઇતિહાસ આખો કાંકરીઓમાં ખર્યા કર્યો,
વીત્યો સમય લઈ ઐતિહાસિક કાંગરે ગયા.

રોકી શક્યું છે કોણ 'બેદિલ' શ્વાસને કદી,
આ શ્વાસ છોડી જાય, છોડી આખરે ગયા.


0 comments


Leave comment