1 - મંગળાચરણ / નરસિંહરાવ દિવેટિયા


શાર્દૂલવિક્રીડિત

નાચે ગાન કરી અમીનું ઝરણું, જ્ય્હાં પાન પ્રેમે કરે
કોડીલો કવિયો, અને અમૃત તે સત્કાવ્યમૂર્તિ ધરે;
જે'ને દિવ્ય વને રમે ઝરણું એ, તે શારદા મુજને,
આપો એક જ બિન્દુ એ ઝરણનું, એ માંગુ ત્હેની કને.
-૦-


0 comments


Leave comment