81 - ઉદય જલ ઉપર ચંદ્રનો જોઈ સામે / મનોજ ખંડેરિયા


ઉદય જલ ઉપર ચંદ્રનો જોઈ સામે
કશું ના થતું – ના કશી વાત જામે

હવે સ્નેહધન ક્યાં ? પરિમલ ગહન ક્યાં?
કુસુમવન હવે ક્યાં કે સંતાપ શામે ?

અહીં યામિની સર્વ ઘરમાંહી સરતી,
દમકતી રહી દામિની દામે દામે !

નથી કામિની કોકિલા કેલિ કૂજન
સમુલ્લાષ ધરતી નથી નામેઠામે !

નથી આજ મહારાજ, સારું કવિ એ !
નહીંતર બિચારા કરત શું ય આમે ?


0 comments


Leave comment