58 - શબ્દને ક્યાં કોઈ કારણ હોય છે / મનોજ ખંડેરિયા


શબ્દને ક્યાં કોઈ કારણ હોય છે
કોઈ પડછાયો નદી પણ હોય છે

હું જ શંકાશીલ બનું મારા વિષે
મારી સામે જયારે દર્પણ હોય છે

કૈં કરોડો વર્ષ જેના પર ટક્યાં,
કોઈ એના મૂળમાં ક્ષણ હોય છે

હસ્ત – રેખા થોર જેવી હોય ને –
આ હથેળી પણ કદી રણ હોય છે

શબ્દ સાથે એટલે સંબંધ છે,
પર્ણને લીલપથી સગપણ હોય છે


0 comments


Leave comment