82 - હવડ –વાવની જેવું ઊંડાણ ખેંચે / મનોજ ખંડેરિયા
હવડ –વાવની જેવું ઊંડાણ ખેંચે
મને કોઈ અંદરથી અણજાણ ખેંચે
નથી યાદ છે કોણ, પણ છે પરિચિત
મને કોનું આછેરું ઓસાણ ખેંચે
ખીલા જેમ ખોડો ન, ઊખડી જઈશ હું
મને ક્યાંક આઘેનું પરિયાણ ખેંચે
કૂવા – થંભ બટક્યો, હલેસાં તૂટયાં પણ –
ખબર ના પડે કોણ આ વ્હાણ ખેંચે
ભરી ભીડ ક્યારેય ખેંચી શકે ક્યાં
મને રોજ એકાંતનું તાણ ખેંચે
અલગ થઈ ન શકવાનો ક્યારેય દોસ્તો !
હું તો મૂળ, માટીનું ખેંચાણ ખેંચે
હું તો પાંચસો વર્ષ આગળ છું તો પણ
હજી વાંસે કરતાલ ને માણ ખેંચે
મને કોઈ અંદરથી અણજાણ ખેંચે
નથી યાદ છે કોણ, પણ છે પરિચિત
મને કોનું આછેરું ઓસાણ ખેંચે
ખીલા જેમ ખોડો ન, ઊખડી જઈશ હું
મને ક્યાંક આઘેનું પરિયાણ ખેંચે
કૂવા – થંભ બટક્યો, હલેસાં તૂટયાં પણ –
ખબર ના પડે કોણ આ વ્હાણ ખેંચે
ભરી ભીડ ક્યારેય ખેંચી શકે ક્યાં
મને રોજ એકાંતનું તાણ ખેંચે
અલગ થઈ ન શકવાનો ક્યારેય દોસ્તો !
હું તો મૂળ, માટીનું ખેંચાણ ખેંચે
હું તો પાંચસો વર્ષ આગળ છું તો પણ
હજી વાંસે કરતાલ ને માણ ખેંચે
0 comments
Leave comment