6 - કૈં અજબ ખેંચાણ લઈને જીવતા’તા / દિનેશ કાનાણી


કૈં અજબ ખેંચાણ લઈને જીવતા’તા,
હાથમાં સૌ પ્રાણ લઈને જીવતા’તા.

શું કરીએ બીજું તો માણસ થઈને ?
રોજની મોકાણ લઈને જીવતા’તા.

એ જ લોકોને ખરેખર સંત કહીએ,
સૌનું જે કલ્યાણ લઈને જીવતા’તા.

એટલે તો ના પહોંચ્યા શિખરો પર,
મન મહીં પોલાણ લઈને જીવતા’તા.

એક બે જો હોય તો એ થાય પુરા,
સ્વપ્નની સૌ ખાણ લઈને જીવતા’તા.

ડૂબવા દીધી નહીં આ જિંદગીને,
બસ, ગઝલનું વ્હાણ લઈને જીવતા’તા !


0 comments


Leave comment