7 - હો નિકટ ને તે છતાંયે દૂર લાગે / દિનેશ કાનાણી
હો નિકટ ને તે છતાંયે દૂર લાગે,
મન બધાનાં કાયમી મજબૂર લાગે !
વાત મારી કેમ સમજાવું તને હું ?
તું નહીં તારી અપેક્ષા ક્રૂર લાગે !
શું હતું સંતો ફકીરો સાધુ પાસે,
કંઈ નથી ને તોય એ ભરપૂર લાગે !
માત્ર પીડા માત્ર પીડા માત્ર પીડા,
માત્ર પીડા પ્રેમનો દસ્તૂર લાગે !
એકસરખી એ જ રામાયણ બધે છે,
પોતપોતાના દુઃખો ઘેઘૂર લાગે !
આ ગઝલની એ જ મોટી ખાસિયત છે,
પીઓ તો મય ચાખો તો અંગૂર લાગે !
0 comments
Leave comment