8 - સાવ સીધો ને સરળ ઉપાય છે / દિનશ કાનાણી


સાવ સીધો ને સરળ ઉપાય છે,
આંખ મીંચો તો બધું સમજાય છે !

છે હૃદયમાં એટલું તોફાન કે,
આજ દરિયો આંખમાં છલકાય છે !

હા, બધું સંધાય છે એ સાચું પણ,
‘કેમ છો ?’ બસ એટલું બોલાય છે !

છે લખેલું તો ઘણુંયે આસપાસ,
આપણાથી ક્યાં કશું વંચાય છે !


0 comments


Leave comment