11 - શ્રીમંતાઈ પેશ કરવાની મના છે / દિનેશ કાનાણી
શ્રીમંતાઈ પેશ કરવાની મના છે,
આમ, બારોબાર ફરવાની મના છે.
તેં છલાંગો મારી દીધી, પણ ખબર છે ?
આટલામાં ક્યાંય તરવાની મના છે !
આ જગામાં સાચ છે સંકટમોચનનો !
પૂછ નહિ કે કેમ ડરવાની મના છે ?
ઉન્નતિના શિખરો સર કર લડીને,
આમ ઘાંઘા થઈને ખરવાની મના છે.
એટલી મેં ચૂપકદી ત્યાં નિહાળી,
એમ લાગે શ્વાસ ભરવાની મના છે !
0 comments
Leave comment