12 - રોજ પડતર કિંમતે લીધી હતી / દિનેશ કાનાણી


રોજ પડતર કિંમતે લીધી હતી;
એ જ પીડા આપને દીધી હતી !

સ્હેજ મારા આંસુઓનો ભાર છે;
ડાળ ફૂલોની પ્રથમ સીધી હતી.

શ્રી ૧! ને શ્રી ગણેશાય નમ: લખ;
બસ જરૂરી આટલી વિધિ હતી.

આપનું મુખ બે ઘડી જોયા પછી;
એમ થયું કે રોશની પીધી હતી !

એટલે મદહોશ છે વાતાવરણ;
હોઠ પર મેં વાંસળી લીધી હતી.

તે છતાં છૂટી ગયા છે સુખ તમામ;
આંગળી પાંચેય મેં ચીંધી હતી !


0 comments


Leave comment