13 - કૈંક હો’ મંજૂર ત્યારે આવજે / દિનેશ કાનાણી


કૈંક હો’ મંજૂર ત્યારે આવજે
ઢળતી સાંજે કે સવારે આવજે

આ બધાં તો બે ઘડીના ખેલ છે
છોડીને સઘળું, કિનારે આવજે

કોઈ કારણ ના જડે તો શું થયું;
તું અનાયાસે જ દ્વારે આવજે

મારી ફરતે આવરણ છે મૌનનું
હું ન બોલું કૈં, ઈશારે આવજે

આવવું ને આવવું જો હોય તો
કોઈ મનગમતાં વિચારે આવજે


0 comments


Leave comment